રમનાર ખેલાડી એક ખૂંટથી બેઠેલા ખેલાડીની પીઠ પછાળની એકસાથે બબ્બે બારીઓ પસાર કરીને ત્રીજા ખેલાડીની પીઠ પાછળ રોકાય છે અને એ રીતે તે બીજા ખુંટે જાય છે. ખેલાડીના આ કૌશલ્યને ‘ડબલ ચેઈન’ કે બે ગાળાની રમત કહેવામાં આવે છે.
આ કૌશલ્યમાં રમનાર બેઠેલા ખેલાડીઓની પીઠ પછાળથી જ પસાર થવાનું હોય છે. રમત ઝડપી હોય ત્યારે પકડનાર ખેલાડીથી દૂર રહી સહીસલામત રમવા માટે આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આ કૌશલ્ય રમનાર માટે ખુબ સલામતીભર્યુ છે. રમનાર બધા જ ખેલાડીઓને આ કૌશલ્ય પર પ્રભુત્વ હોવું જોઈએ. જેથી ઝડપી રમત વખતે તેનો ઉપયોગ કરી શકાય.
Advertisement
ગોળ રમતના પ્રકારો જણાવી તે કેવી રીતે રમાય તેની વિગતે સમજ આપો.