CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મધ્યમ પ્રસ્થાનમાં ‘જગહ પે’ની સ્થિતિ : પ્રસ્થાનકાર તરફથી ‘જગહ પે’ નો હુકમ મળતાં હરીફો પોતપોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ 30 સેમીથી 45 સેમી દૂર પોતાનો મજબૂત પગ પ્રસ્થાન ટેકાને અડકાડીને પંજો જમીનને સ્પર્શે તે રીતે મૂકે છે. ત્યારપછી મજબૂત પગના પંજાની કમાનની બાજુમાં 10 સીમી દૂર મુક્ત પગનો ઘૂંટણ આવે તે રીતે મુક્ત પગ ગોઠવે છે. મુક્ત પગનો ઘૂંટણ જમીનને અડકેલો રહેવો જોઈએ. આ પ્રમાણેની બેઠક લીધા પછી હરીફો બંને હાથ્ન ખભા જેટલા ખુલ્લા રાખી કોણીમાંથી સીધા રહે તેમજ બંને હાથની આંગળીઓને અને અંગૂઠા વચ્ચે અંગ્રેજી ‘V’ અક્ષર ઉંધો (Λ) બને તે રીતે પ્રથાન રેખાની પાછળ ગોઠવે છે.
નિરાયાસ દોડ એટલે શું ?
ચોપગા પ્રસ્થાનના પ્રકારો જણાવી, કયું પ્રસ્થાન શ્રેષ્ઠ છે ?
પ્રસ્થાન ટેકા