Chapter Chosen

વ્યાયામની અસરો

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારે પ્રકારની કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતની અસરો જણાવો. 

વ્યાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 

Advertisement
કસરતોથી રુધિરાભિસરણતંત્ર પર થતી તાત્કાલિક અસરો વર્ણવો. 

કસરતોથી રુધિરાભીસરણતંત્ર પર થતી અસરો નીચે પ્રમાણે છે.

1. રાસાયણિક પ્રતિક્રિયા : કસરત કરવાથી સ્નાયુઓમાં રાસયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે. તે લોહીમાં રહેલા હીમોગ્લોબિન પદાર્થને કારણે થાય છે.

2. અભિસરણ ક્રિયામાં વેગ : કસરતથી થતી ઝડપી રાસાયણિક પ્રતિક્રિયાને કારણે ઑક્સિજનની હાજરીમાં વધારે જરૂર પડે છે. તેને પહોંચી વળવા માટે લોહીના અભિસરણના વેગમાં વધારો થાય છે. એટલે કે ફુપ્ફસ શિરાઓ મારફતે હ્રદયના ડાબા કર્ણકમાં ઠલવાતા શુદ્ધ લોહીની તથા ઊર્ધ્વશિરા અને અધઃશિરા મારફત હ્રદયના જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફેફસાં ઠલવાતા અશુદ્ધ લોહીની અભિસરણની ક્રિયા ઝડપી બને છે.

3. હ્રદયની પમ્પિંગ ક્રિયા : આરામની સ્થિતિમાં એક મિનિટમાં લગભગ 5 લિટર જેટલા લોહીનું પમ્પિંગ થતું હોય છે. પરંતુ કસરત દરમિયાન તાલીમ પામ્યા વગરની વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં જેટલા લોહીનું પમ્પિંગ કરે છે, તેનાથી બે ગણા લોહીનું પમ્પિંગ તાલીમ પામેલ વ્યક્તિનું હદય કરે છે.

4. લોહીનો જથ્થો : તાલીમ પામ્યા વગરની વ્યક્તિનો કસરત દરમિયાન હદયના એક ધબકારાનો લોહીનો જથ્થો 120 મિલિ જેટલો હોય છે; જ્યારે તાલીમ પામેલ વ્યક્તિનો એક ધબકારાનો લોહીનો જથ્થો 175 મિલિ જેટલો હોય છે.

5. હદયના ધબકારા : બિનતાલીમી વ્યક્તિના આરમની સ્થિતિમાં હદયના એક મિનિટના જેટલા ધબકાર હોય છે, તેનાથી અડધા ધબકારા તાલીમ પામેલ વ્યક્તિના હોય છે. હદયના ધબકારાની વધઘટનો આધાર અનેક બાબતો પર રહેલો છે. વ્યક્તિના અંગની સ્થિતિ, લિંગીય જાતિ તફાવત, ઉન્મર, લાગણીની સ્થિતિ, બાહ્ય વાતાવરણ, કસરતો પ્રકાર અને તેની તીવ્રતા વગેરે બાબતો તેમાં મહત્વનો ભાગ ભજવે છે, જેની વિગતો નીચે મુજબ છે.

(અ) અંગ સ્થિતિ અથવા અંગવિન્યાસ : બેસવું, ઉભા રહેવું, સૂવું વગેરે રીતે શરીરને ગોઠવવાની સ્થિતિને અંગવિન્યાસ કહે છે. શરીરની સ્થિતિની અસર ધબકારા ઉપર થાય છે. સૂવાની સ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બિંદુ જમીનથી વધારે જનીજ હોવાથી હદયના ધબકારા 10 થી 12 જેટલા વધારે થાય છે.

(બ) જાતિ (લિંગ) : આરામની સ્થિતિમાં, પુક્ત વયના પુરુષ કરતાં પુક્ત વયની સ્ત્રીમાં દર મિનિટે 5 થી 10 ધબકારા વધારે હોય છે. આરામની સ્થિતિમાં સ્ત્રીનાં ધબકારા એક મિનિટના 84 જેટલા થાય છે. જ્યારે પુરુષના ધબકારા 78 જેટલા થાય છે.

(ક) ઉંમર : 10 વર્ષની ઉંમરે કસરત દરમિયાન એક મિનિટમાં સરેરાશ ધબકારા સૌથી વધારે હોય છે. વધતી જતી ઉંમરે ધબકારા ઓછા થતાં જાય છે.

(ડ) લાગણી : લાગની શીલ વ્યક્તિના આરામની સ્થિતિમાં તેમજ કસરત કરતી વખતે હદયના ધબકારા ઓછા થતા જાય છે.

(ઈ) વાતાવરણ : ઉંચા તાપમાને અથવા ઊંચા તાપમાનવાળી જગ્યાએ તથા ઉંચાઈવાળા સ્થળોએ કોઈ પણ વ્યક્તિના ધબકારા સામાન્ય કરતાં પ્રમાણમાં ઘણા વધારે હોય છે. ઊંચા સ્થળોએ હવા પાતળી હોવાથી તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી જરૂરી ઑક્સિજન મેળવવા માટે હદયના ધબકારા વધતા જાય છે. આ ઉપરાંત, હવા જો સ્થિર હોય અને તેમાં ભેજનું પ્રમાણ વધારે હોય તોપણ હદયના ધબકારા વધારે થતા હોય છે.

(ઈ) કસરતોના પ્રકાર : ઝડપી ટૂંકી દોડમાં હદયના ધબકારા સૌથી ઝડપી થાય છે; જ્યારે વધારે બળ-શક્તિની જરૂરિયાત હોય તેવી કસરતોમાં જેવી કે, વજન ઊંચકવું વગેરેમાં હદયના ધબકારા પ્રમાણમાં ઓછા વધે છે. પરંતુ સહનશક્તિવાળી કસરતો જેવી કે, લાંબા અંતરની દોડ વગેરેમાં હદયના ધબકારા ઝડપી દોડ કરતાં ઓછા અને વજન ઊંચકવાની કસરત કરતાં વધારે હોય છે.

(ઉ) મૂત્રપિંડમાં લોહીનું અભિસરણ : કસરત દરમિયાન મૂત્રપિંડ તરફ જતું લોહીનું પ્રમાણમાં ઘટે છે, જેથી અન્ય સ્નાયુઓ તરફ વધારે લોહી વહી શકે છે. આ ઘટાડોઅનો સમય, કસરત પૂરી થયા બાદ લગભગ એક કલાક સુધીનો હોય છે. આથી જેના મૂત્રપિંડ ક્ષતિગ્રસ્થ હોય તેમણે શારીરિક શ્રમ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી બને છે.


Advertisement

હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો. 


‘સાદી ભાષામાં કસરતો એટલે શારીરિક હલનચલનની ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ’ આ વિધાન સમજાવો. 

Advertisement