Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 

સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી, સમાજશાસ્ત્રના ઉદભવ વિશે નોંધ લખો.

સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન : ટુંક નોંધ લખો. 

ઇમાઇલ દુર્ખિમ અને મેક્સવેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. 

Advertisement
ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :  ટુંકનોંધ લખો. 

ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ ઇ.સ. 1014 માં મુંબૈ વિશ્વવિદ્યાલયમાં બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને નગરનિયોજનના અભ્યાસુ પ્રો. પેટ્રિક ગીડસના અધ્યક્ષપદે અનુસ્નાતક વિભાગમાં શરૂ થયો.

ઇ.સ. 1924 માં ડૉ. ગોવિંદ સદાશિવ ઘુર્યે મુંબૈ વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા. આમ, ઇ.સ. 1914 થી 1947 સુધી સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર મુંબઇ વિશ્વવિદ્યાલયનો અનુસ્તાનતક વિભાગ રહ્યો.

ડૉ. ઘુર્યે ઇ.સ. 1952 માં સ્થપાયેલી ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાપટી’ની શરૂઆત કરવાના પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘સોશિયોલૉજિકલ બુલેટિન’માં મુખ્ય સંપાદક તરીકે મહત્વની કામગીરી બજાવી હતી.

તેમણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ પીએસ. ડી. ની પદવી પ્રાપ્ત કરી છે.આથી ડૉ. ઘુર્યેને ‘ભારતના સમાજશાસ્ત્રના પિતા’ કહેવામાં આવે છે.

ઇ.સ. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન અને અધ્યાપનનું કાર્ય શરૂ થયું હતું.

લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખરજી અને ડી. પી. મુખરજીએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં અગત્યનો ફાળો આપ્યો.

પુણે વિશ્વવિદ્યાલયમાં ડૉ. ઇરાવતી કર્વેએ સમાજશાસ્ત્રના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ભારતમાં એમ. એન. શ્રીનિવાસ, એસ. સી. દુબે, એ. આર. દેસાઇ, ડી. પી. મુખરજી, ડેવિડ હાર્ડીમૅન, યોગેન્દ્ર સિંહ, એ. એમ. શાહ વગેરે સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન આપ્યું છે.

ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર વગેરે જેવા સમાજસુધારકો અને સામાજિક ચિંતકોએ ભારતીય સમાજને વિજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે.

ઇ.સ. 1947 પછી ભારતમાં અબેક વિશ્વવિદ્યાલયોએ સમાજશાસ્ત્ર વિષયને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ સ્થાન આપ્યું.

આ ઉપરાંત ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ’ અને ‘યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન’ દ્વારા ભારતમાં સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ મળતાં અનેક સમાજશાસ્ત્રીય સંશોધનો થયાં છે.

ભારતમાં સમાજશાસ્ત્રીય દ્વષ્ટિકોણથી અભ્યાસ કરનારા સમાજશાસ્ત્રીઓમાં કે. એમ. કાપડિયા, એમ. એન. શ્રીનિવાસ, એ. આર. દેસાઇ, એસ. સી. દુબે, ડી. એન, મજમુદાર, આઇ. પી. દેસાઇ, યોગેન્દ્ર સિંહ, અરવિંદ એમ. શાહ, આંદ્રે બેટાઇ, ડૉ. ઇરાવતી કર્વે, એમ. એસ. ગોરે, રામકૃષ્ણ મુખરજી, નીરાબહેન દેસાઇ, બ્રિજરાજ ચૌહાણ વગેરેનો સમાવેશ થાય છે.


Advertisement
Advertisement