અવકાશ સંશોધનમાં રેડિયો ટેલિસ્કોપની ઉપયોગિતા જણાવો.
પૃથ્વીની આસપાસ આવેલા વાતાવરણને લીધે પ્રકાશય ટેલિસ્કોપથી અવકાશીય પદાર્થોનાં સ્પષ્ટ ચિત્રો મેળવી શકાતા નથી. પ્રકાશીય ટેલિસ્કોપની કેટલીક ક્ષતિઓને કારણે રેડિયો ટેલિસ્કોપની શોધ કરવામાં આવી.
રેડિયો ટેલિસ્કોપ અવકાશમાંથી આવતા રેડિયોતરંગો મેળવીને અવકાશીય પદાર્થો અંગેની સચોટ માહિતી પુરી પાડે છે.
રેડિયો ટેલિસ્કોપ સામાન્ય રીતે માનવવસ્તીથી દુર એવા ઊંચા સ્થાન પર ગોઠવવામાં આવે છે. જેથી રેડિયો, ટીવી.રડાર વગેરેથી થતી વિદ્યુતચુંબકીય ખલેલથી તેને બચાવી શકાય.
રેડિયો ટેલિસ્કોપ પ્રકાશીય (દશ્યપ્રકાશ) તરંગો માટે અવસંવેદનશીલ હોવાથી પ્રકાશીય ટેલિસ્કોપ કરતાં ચડિયાતા છે.દા.ત. હબલ સ્પેસ ટેલિસ્કોપ દશ્યપ્રકાશ,પારજાંબલી અને પારરક્ત તરંગો દ્વારા આપણને અવકાશીય પદાર્થોની બહોળા પ્રમાણમાં માહિતી પુરી પાડે છે.