પ્રજનન એટલે શું ? તેનું મહત્ત્વ લખો. અથવા જાતિઓના અસ્તિત્વ માટે પ્રજનન અનિવાર્ય છે. સમજાવો.
અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી તેના જેવા જ સજીવ જે ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે, તેને પ્રજનન કહેવાય છે.
જીવંત સજીવોનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ પ્રજનન છે.
પ્રજનનનું મહત્ત્વ : દરેક સજીવ મર્યાદિત આયુષ્ય ધરાવે છે. ચોક્કસ સમયે તે મૃત્યુ પામે છે. સજીવ મૃત્યુ પામે તે પહેલાં પ્રજનન દ્વારા તેના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે છે. અસ્તિત્વ ધરાવતા સજીવો આ શૃંખલા આગળ વધારે છે.
પ્રજનનથી જે-તે જાતિના ઘણા સભ્યો ઉત્પન્ન થાય છે અને તે દ્વારા જીવસાતત્યને બનાવે છે.
આમ, મૃત્યુ સામે જાતિના અસ્તિત્વ માટે પ્રજનન અનિવાર્ય છે.