CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિકાશશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે :
1.નીચી માથાદીઠ આવક : વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તિવૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે. પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહે છે.
2.વસ્તિવૃદ્ધિ : આ દેશોમાં વસ્તિવૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે.
3. કૃષિક્ષેત્ર પર અવલંબન : આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખીતીનો ફાળો 25%ની આસપાસ હોય છે.
4. આવકની વહેંચણીની અસમાનતા : આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનનાં સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે.
આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે.
આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે.
આ દેશોમાં દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે; જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે.
5.બેરોજગારી : આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે.
આ દેશોમાં મોસમી, છૂપી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. વળી, બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે.
6.ગરીબી : આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું હોય છે.
આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે.
7.દ્વિમુખી અર્થતંત્ર : આ દેશોમં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. આ દેશોના ગ્રામવિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢીચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે; જ્યારે શહેરી વિસ્તારોમાં અધ્યતન ઉદ્યોગો, મૂડી-પ્રધાન ઉત્પાદન-પદ્ધતિ, નવાં નવાં યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે.
8.પાયાના અપર્યાપ્ત સેવાઓ : આ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટું અને બંદરો, વીજળી, બેંન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતાં પ્રમાણમા અને ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી. પરિણામે આ દેશનો વિકાસ અવરોધાય છે.
9.આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ : આ દેશો મુખ્યત્વે કૃષીપેદાશો, બગીચા-પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે. જેની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે.
આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્રસામગ્રીની આયાત કરે છે, જેના ભાવો વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે.
આમ, એ દેશોના વિદેશ વ્યાપરનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે.