CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઈ. સ. 2010થી માનવવિકાસ માપવા માટેનો નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે :
1. અપેક્ષિત આયુષ્ય આંક (સરેરાશ આયુષ્ય) : અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નીરોગી જીવન માટે બાળકના જન્મસમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
2. શિક્ષણ આંક (શિક્ષણ – સંપાદન) : શિક્ષણ આંકના બે પેટાનિર્દેશકો આ પ્રમાણે છે :
શાળાકીય સરેરાશ વર્ષો એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.
તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
(2) અપેક્ષિત શાળાકીય વર્ષો : 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
ભારતનાં અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે.
3. આવક આંક (જીવનધોરણ) : જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે.
માનવવિકાસ અહેલાવ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે.
માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે – તે દેશની આવકને યૂ.એસ.એ. ના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે.
તે સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.