CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંયુક્ત રાષ્ટ્રોએ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે.
જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
માતા-પિતાએ બાળકનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતા-પિતાથી અલગ કરી શકાય નહિ.
વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમત રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
દરેક બાળકને પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનાવવાનો અધિકાર છે. દા.ત. બાળસંસદ,
દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે.
દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર મેળવવાનો અધિકાર છે.