'આશંકા' કવ્યના વસ્તુનો સંક્ષિપ્ત પરિચય આપો.
'આશંકા' કાવ્યનું મૂળ કથા વસ્તું 'આશંકા જાતક' માંથી લેવામાં અવ્યું છે આશંકા એ ઋષીની એક રૂપવતી કન્યા છે. એને જોઈને બ્રહ્મદત્ત નામના રાજએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગે છે. આથી રાજા ઋષિ પાસે એ કન્યા સાથેના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ ઋષિ રાજા સામે શરત મુકે છે કે જો રાજા એ કન્યાનું નામ જણાવેતો રાજાનાં લગ્ન આ કન્યા સાથે થઈ શકે. લગ્નોસ્તુક રાજા કન્યાનું નામ શોધવા ખુબ મથામણ કરે છે. એમાં ત્રણ વર્ષ વિતી જાય છે પણ ઋષિની પુત્રીનું નામ જાણી શકતો નથી. એ સમયમાં રાજા માછીમારો વચ્ચે થતી વાત સાંભળે છે. રાજા રાજ્ય પર શત્રુઓ ચડી આવ્યા છે એટલે ફરજ નીભાવવા રાજાને પોતાના રાજ્યમાં પાછા ફરવાનું છે. આથી રાજા ઋષીનીકન્યાની પરવાંગી લેવા જાય છે. એટલામાં ઋષી પણ નદીએથી સ્નાન કરીને આવી રહ્યા છે. રાજા ઋષીને અને કન્યાને કહે છે, 'મનમાં આશંકા સાથે જઈશ હું.' આમ, અજણપણે રાજાના મુખમાંથી ઋષી કન્યાનુ નામ 'આશંકા' નામ નીકળી પડે છે. પિતાપુત્રી બન્ને સાનંદાશ્ચર્ય અનુભવે છે અને ઋષી કન્યાને રાજા સાથે વિદાય કરે છે.