હરીયાથી હરીલાલભાઈ સુધીની હરીયાની કારકિર્દી શી રીતે ઘડાઈ ?
ભણવામાં ઠોઠ હરીયો એક દિવસ કામની શોધમાં ચાલતો ચાલતો અમદાવાદ પહોચી ગયો. એક દિવસ બસમાં બેઠો ત્યારે બસમાં ખીમજીભાઈ નામના માણસે એમે પુછ્યું, ગણતાં આવડે છે?' હરીયાને સત્તર એકા સુધી આવડે છે એ જાણીને ખીમજીભાઈએ એને તેની પોળના પડોશના મકાનની ઈંટો ગણવાનું કામ સોપ્યું. બદાલમાં એને ખાવાપીવાનું કપડાલત્તા આપવાનું કહ્યું. હરીયાએ એ કામ સ્વીકાર્યું. હરીયાને થયું કે આ કામ તે એક દિવસમાં પતાવી દેશે. એણે બારીબારણાં વગરની આખી ભીંતથી ઈંટ ગણવાની શરૂઆત કરી અને ફૉર્મમાં ભરવા માંડ્યો. એ મકાનના માળીયામા રહેતા વર વહુ ફક્ત શનિ રવિ કલોલથી અપડાઉન કરતાં હતાં. ખીમજીભાઈએ એને એ માળીયાની ઈંટોની વિગતો નોંધવા માટે બીજું ફૉર્મ આપ્યું. હરીયો જેમ જેમ આ કામ કરતો ગયો તેમ તેમ ઈંટો ગણવાનું કામ વધતું ગયું. આમ, હરીયાનું ઈંટો ગણવાનું કામ આગળ ચાલતું ગયું. હરીયો આકામ પોતાની હૈયાસૂઝથી અને હોસથી કરતો હતો. એણે ઈટોની સંખ્યાની ગણતરી ગણતરી ઉપરાંત ઈંટોના પ્રકાર, તેની જરૂરીયતો અને તેના વિવિધ ઉપયોગોની નોધ પણ લેવા માંડી. હરીયો ખંતથી અને કોઠાસુઝબુઝથી આ કામ કરતો, એકથી કરેલી વિગતોને નવાનવાં ફૉર્મમાં ભરતા ભરતા હરીયાથી હરીભાઈ સુધીની હરીયાની કરકિર્દી ઘડાઈ.