Chapter Chosen

ક્રિકેટનાં કામણ

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અનંદીલાલની ક્રિકેટ પાછળની ઘેલછા કેવા પ્રકારની છે ? 

લેખકની ઊંડી નિરીક્ષણદ્વષ્ટાંત બે ઉદાહરણ આપો. 

પ્રભુદાસ કેવી અગડંબગડં વતો કરતાં ? 

ક્રિકેટની રમતે લોકમાનસનો કઈ રીતે કબજો લઈ લીધો ? 

Advertisement
દેશમાં પ્રવર્તતા ક્રિકેટજ્વરનું આ હાસ્યનિબંધમાં પ્રતિબિબં પડે છે. આ હકીકત તમરા શબ્દોમાં વર્ણવો. 

દેશમાં પ્રવર્તતાં ક્રિકેટજ્વરનું આ હાસ્યનિબંધમાં પ્રતિબિંબ પડે છે ત્યારે આખા દેશને જાણે ક્રિકેટજ્વર ચડે છે. બસકંડક્ટર પૅસેન્જરને, હૉટલનો ગ્રાહક ગલ્લાવાળાને, બૅન્કનો કૅશીયર ડિપૉઝિટરને સ્કૉર પૂછી રયો હોય છે. આમ, દરેક જગ્યાએ ઑફિસમાં, શાળામાં, કૉલેજમાં, હૉસ્પિટલમાં સૌ ક્રિકેટનિ સ્કૉર જાણવાં આતુર હોય છે. લોકો સ્કૉર જાણવામાં એટલા મશગુલ હોય છે કે બસસ્ટૅન્ડ પર ઉભેલા ભાઇ બાજુમાં ઉભેલા બીજા ભાઈને સમય જાણવા કેટલા થયા? એમ પૂછે તો એ ભાઈ તરતજ 'એકસો સત્તાવન ' સ્કૉર જણાવે છે ! ક્રિકેટની રમતમાં કોણ જીતશે એની પણ ચર્ચામાં બસ કંડક્ટર પણ ખોવાઈ જાય છે કે બસસ્ટેન્ડ પર ઉભી રાખવા માટે ઘંટડી મારવાનું ભુલી જાય છે. ક્રિકેતરસીયઓ ઑફિસમાં કામ કરવાને બદલે સ્કૉર જાણવામાં રેડિયો કાન સરસો દબાવીને બેસી રહે છે. કેટલાક ટીવી સામે બેસીને ક્રિકેટ નિહાળ્યા કરે છે. આનંદીલાલ હોટેલ વાળા તો ક્રિકેટના દિવસોમાં મોટો ગુલાબનો હાર મંગાવી રાખે છે. આપણા ક્રિકેટરો જીતશે ટીવીને દબદબા પુરવક હાર પહેરાવે છે. આસપાસમાં સઓને મીઠાઈ વહેચેં છે. જો આપણાવાળા હારે તો ગુલાબના હારને મસળીને ફેંકી દે છે, ક્યારેક તો ગુસ્સામાં આવીને ટીવી સેટને લાફો પણ મારી દે છે.

પરમ સુખભાઈતો ક્રિકેતસ ચાલતી હોય ત્યારે છેકરાને નિશાળે મોકલી દે છે. કોઈંને અવાજ કરવાની છુટ નથી હોતી. શાળા બંધ હોયતો છોકરાને મોસાળે મોકલી દેવા પડે છે. પાળેલો પોપટ પણ ટેં ટેં કરે તો એને પણ ચૂપ કરી દે છે અથવા બાજુવાળાને ત્યાં એનું પાંજરું મૂકી આવે છે. ઘડીયારને ચાવી આપવીજ નહી. પત્ની વચ્ચે બોલે તો એને ચુપ કરી દેવાની. એમાં કોઈ ક્રિકેટર આઉટ થઈ જાયતો ગુસ્સો પત્નિ પર ઉતારે છે. બીજા એક પડોશી મનુભાઈની અટક જ ગુગલી પડી ગઈ છે. એ મુંગામુંગા મેચન જુએ. કૉમેંટેટરની કૉમેન્ટરી સાથે એમનીયે કૉમેન્ટરી ચલતી જ હોય. એમાં કોઇએ કેચ ગુમાવ્યો હોયતો એનું આવીજ બને. 'આવાઓને ટીમમાં લેતાજ કેમ હશે ? ક્રિકેટ રમતા ન આવડતુ હોયતો શેરીમાં જઈને ગીલ્લીદંડા રમો !' આવી કેટકેટલી સરસ્વતી એમના મુખેથી નીકળવાં માંડે. જો કોઈ ચોગ્ગો કે છગ્ગો ફટકારે તો એની પ્રશંશાનાં પુષ્પો વેરે. આમ, ઘડીકમાં એમનું ત્રીજું નેત્ર ખુલે  તો ઘડીકમાં એમની આખોં માંથી અમી વરસે. કેટલાક મેચડ્રો જશે કે સેંચ્યુરી પહેલાજ ફલાણો ક્રિકેટર આઉટ થઈ જશે જેવી બાબતો પર શરત લગાવે છે. 

આમ, ક્રિકેટના દિવસોમાં આખા દેશને ક્રિકેટનો જ્વર ચડ્યો હોય તેમ એમને ક્રિકેટ સિવાય બીજું કઈ પણ દેખાતું જ નથી. ક્રિકેટરસીયાઓની ઘેલછાનું પ્રતિબિંબ 'ક્રિકેટનાં કામણ' હાસ્યનિબંધમાં આબેહુબ ઝિલાયું છે.

Advertisement
Advertisement