કાળ પણ ન ભુલે એ રીતે આપણે સાથે ન રહેવું જોઈએ, એમ કવિ શા માટે કહે છે ?
કાળ શાશ્વત છે પણ માનવનું જીવન નાશવંત છે. માણસના જીવનમાં જન્મ અને મૃત્યુ પણ નક્કી છે. આથી પોતાના જીવન કાળ દરમિયાન એકબીજની સાથે સંપથી અને પ્રેમથી હળીમળીને એવું ઊજ્જવળ જીવન જીવીએ કે સમય પણ આપણને ન ભુલે.