'વ્હેવારાં-વટ્ટ' અને 'ખાતરીયાં-વટ્ટ' વચ્ચેનો તફાવત શી રીતે દર્શાવ્યો છે ?
સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઊપર ઊપકાર કરે તો આપણે પણ સારી રીતે વર્તાવ કરીએ છીએ અને તક મળે એના ઊપર ઉપકાર કરીને ઋણ ચુકવીએ છીએ. આ એક વ્યવહાર છે. પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે અપકાર કરે તોપણ આપણે એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સામે ઉપકાર કરીએ એમાં જ સચી વીરતા છે. એ જ સાચો ક્ષત્રિયધર્મ છે.