માર્બલ રૉક્સના સૌદર્યનું વર્ણન તામારા શબ્દોમાં કરો.
માર્બલ રૉક્સના સૌંદર્યનો લહવો લેવો હોયતો નર્મદા નદીમાં નૌકાવિહાર કરવો જોઈએ. સ્વચ્છ-સલીલા નર્મદા નદીમાં દુધ જેવા શુભ્ર શ્વેત આરસના ખડકો જાણે કરવતથી વહેરીને બનાવ્યા હોય એ રીતે ઉભા છે ! આ વિશ્વવિખ્યાત માર્બલ રોક્સને જોતા એમ લાગે છે કે એને કરવતથી વહેર્યા નથી, પણ ટાકણાથી કંડાર્યા છે. ધરતીમાં ધરબાયેલા ખડકોનું સૌંદર્ય બહાર આવીને અહીંની શોભામાં જાણે અભીવૃધ્ધી કરી રહ્યું છે ! અત્યંત મનભાવન અને નયનરમ્ય એવુ માર્બલ રૉક્સનું સૌંદર્ય અંતરને મુગ્ધ કરી દે છે.