લેખકનાં બાળપણના તમને ગમેલા બે 'પરાક્રમ' વર્ણવો.
લેખકનાં બાળપણના પરાક્ર્મોમાંથી ગમતાં બે પ્રારાક્રમો નીચે પ્રમાણે છે :
1.બાળપણમાં મધુમાલતી પર ગુજરેલો જુલમ. એક મિત્રને મધુમાલતીનાં ફુલોમાંથી અત્તર બનાવવાનો તુક્કો સૂજ્યો અને સૌ બાળકોએ ભેગા મળીને મધુમાલતીનું ઝાડ ખંખેરી નાખ્યું. ફુલોનો ઢગ કર્યો. રસોડામાંથી તપેલું ચડાવ્યું. તેમાં મધુમાલતિનાં ફુલોનાખીને ઊકળ્યાં. સાંજ સુધીમાં અત્તર તૈયાર થઈ જશે એતલે શીશીમાં ભરી લેશું. સાંજ તો પડી પણ અત્તર ન બન્યું,
2. અરણ્યાચ્છન્ન કિલ્લામાં જઈને કરેલી પરી કથાની અદ્દભુત સૃષ્ટીની ખોજ. અષ્ટકોણની વાવની પાળે બેસી રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઊતરતી રજકુંવરીને જોતાં. એ ભીના અંધકારમાં કોઈ જીવનના વાળની જટાનો ભાસ થતાં ભયથી ફફડીને ત્યાંથી ભાંગી છોટતાં. પાંદડા ખખડે ત્યારે વૃક્ષનો મહકાય પડછાયો જોઈને 'માણસ ગંધાય, માણસ ખાઊં' એમ બોલતો રાક્ષસ અવી ચડ્યો છે એવો ભ્રમ થતો અને સૌ છળી મરતાં.