આંકડાકીય માહિતી એટલે શું ?
પૃથ્વીની સપાટી ઉપર કુદરતી તથા માનવસર્જિત તત્વો આવેલાં છે. માનવ સર્જિત વિગતોમાં વસ્તીવિતરણ, તેની ગીચતા, ઔદ્યોગિક કે ખેતીસંબંધી ઉત્પાદનોના આંકડા વગેરેનો તથા કુદરતી તત્વોમાં આબોહવા, ખનીજો, પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં તત્વો વિશે આંકડાકીય માહિતી મેળવી શકાય છે. આંકડાકીય માહિતી માત્રાત્મક અથવા ગુણાત્મક હોઈ શકે છે.
આંકડાકીય માહિતીને વ્યવસ્થિત અને સુરુચિપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવે એ નકશા વિજ્ઞાનનું અતિ મહત્વનું પાસુ છે. આંકડાકીય માહિતીને વ્યવસ્થિત રૂપે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે આંકડાકીય માહિતી કેટલીક ન દેખાતી લાક્ષણીકતાઓ ઉપસી આવે છે.
આંકડાકીય માહિતીનાં વિવિધ સ્વરૂપો હોય છે. તેથી તેમણે પ્રસ્તુત કરવાની પદ્વતિઓ પણ ઘણી છે. આબોહવાના આંકડા માટે રેખા આકૃતિ અને સ્તંભ આકૃતિ વધુ યોગ્ય છે. ઉત્પાદનોના આંકડા માટે સ્તંભ ઉપરાંત ટપકાં, ચીહનો, રંગ, વગેરેનો ઉપયોગ વધુ સચોટ અસર ઉભી કરે છે. આંકડાકીય માહિતીને સારણીઓ અને જુદા જુદા પ્રકારના આલેખો દ્વારા રજુ કરવાથી માહીતીની સમજ અંગેની અસરકારકતા સ્પષ્ટ બને છે.