ઔદ્યોગીક ક્રાંતિને લીધે જંગી ઉત્પાદન થયું. ઉત્પાદીત ચીજવસ્તુઓને બજરમાં પહોચાડવા માટે પરિવહનનો વિકાસ થયો. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસના કારણે પરિવહન અને સંચારતંત્ર બંન્ને વિશિષ્ટ સ્વરૂપે વિકસ્યાં. જો સક્ષમ પરિવહનનું નિર્માણ ન થયું હોત તો વિશ્વની અર્થવ્યવસ્થા આટલી વિકાસ પામી ન હોત.
પરિવહન દ્વારા ચીજ વસ્તુઓ અને માનવીઓને એક સ્થળે બીજા સ્થળે લઈ જઈ શકાય છે. તેના માટે પશુઓ અને જુદાં જુદાં પ્રકારનાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.
1. સડક તથા રેલવે જમીન પરિવહનનાં અંગો છે.
2. નદીઓ, નહેરો અને સરોવરો આંતરીક જળમાર્ગ પૂરો પાડે છે.
3. સમુદ્વ્ર કે મહાસાગરો આઅંતરાષ્ટ્રીય જળમાર્ગ પૂરો પાડે છે.
4. જળમાર્ગે હેરફેરનો કહ્ર્ચ ઓછો થાય છે.
5. હવાઈ માર્ગ હેરફેર માટે સૌથી મોંઘો છે પણ આ માર્ગે માનવી અને ચીજવસ્તુઓની હેરેફેર ઝડપી થાય છે.
6. પાઈપલાઈન દ્વારા ખનીજ તેલ જેવા તરલ પદાર્થો કે કુદરતી ગૅસનું વહન કરવામાં આવે છે.
7.પર્વતીય વિસ્તારમાં રજ્જુમાર્ગ ઉપયોગી થાય છે.
8. પરિવહનનાં જુદાં જુદાં માધ્યમ, એકબીજાના પૂરક અને સહયોગી છે.