CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવીને આપી શકાય તેવી સેવાઓને ‘તૃતિયક પ્રકારની સેવાઓ’ કહે છે. વિકાસશીલ દેશોમાં પણ ઉત્પાદનક્ષેત્રોની તુલનામાં સેવાક્ષેત્રે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ પ્રકારની સેવાઓનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
1. આ સેવાઓ સ્વસ્થ્ય, કલ્યાન, શિક્ષણ, અવકાશ, મનોરંજન, વ્યપાર, પરિવહન, દુરસંચાર, અને વાણીજ્ય સાથે સંકળાયેલી છે.
2. રાષ્ટ્રાના આર્થીક વિકાસ માટે આ સેવાઓ મહત્વની છે.
3. વાણીજ્યની સેવાઓ કંપઓની ઉત્પાદકતા અને ક્ષમતાવધારો કરે છે
4. જ્યા વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારીત પ્રવૃત્તિઓની માંગ વધું હોય છે. માટે આવા દેશમાં સેવાક્ષેત્રોમાં રોજાગારીમાં સતત વૃદ્વિ થઈ રહી છે.
5. સુથાર, દાક્તર, વકીલ, પ્લમ્બર, રસોઈયો, શિક્ષક વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
6.ગામડામાંથી અનેક લોકો શહેરોમાં આવીને અવિધિસર- ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં કામ કરવા લાગ્યા છે, પરંતુ તેઓને ઘણું ઓછું વળતર આપવામાં આવે છે.
7. સેવાઓન વિકસતા મહત્વને ઉત્પાદન અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં એક આગવું વિશિષ્ટ સ્થાન છે. સેવાઓએ નિકાસમાં પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વિટઝલેન્ડ અને યુ. કે. જેવા દેશોને સેવાક્ષેત્રોના નિકાસથી સારો લાભ મળ્યો છે.
8. વિશ્વના મોટા ભાગના દેશોમાં શરૂઆતમાં પ્રાતમીક પ્રવૃત્તિઓ પછી દ્વિતિયક પ્રવૃત્તિઓ અને છેલ્લે તૃતિયક અને ચતુર્થક સેવાપ્રવૃત્તિઓને સ્થાન પ્રાપ્ત થાય છે.
9. નવા પ્રકારના ઉદ્યોગોના માળખમાં જાહેરાત અને બજાર જેવી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને કેતલીક તૃતિયક પ્રકારની સેવાઓ વિકસી રહી છે.