માનવીની પ્રાથમીક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ લખો.
શિકાર, જંગલની પેદાશો એકઠી કરવી, પશુપાલન અને ખેતી માનાવીની પ્રાથમીક પ્રવૃત્તિઓ ગણાય છે. આજથી 12000 વર્ષ પહેલાં પૃથ્વી પર માનવી શિકારી અને સંગ્રાહક તરીકેનું જીવન જિવતો હતો. ખોરાકની શોધમાં આદીમાનવ દિવસ દરમીયાન ભટકતો રહેતો હતો. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની વિગતો નીચે પ્રમાણે છે :
1. આર્થીક સામાજીક વ્ય્વસ્થામાં ખોરાકની શોધ મહત્વની હતી.
2. માનવી નાના સમુહમાં રહેતો અને ભટકતું જીવન ગાળતો હતો.
3. શિકારીઓ પથ્થરમાથી બનાવેલાં સાધનોનો ઉપયોગ કરીને પ્રાણીઓનો શિકાર કરતા હતા.
4. તેઓ વલ્કલ વસ્ત્રો પહેરતા અને સ્થાનીક વસ્તુઓનો ઉપયોગ કરીને રહેઠાણ બનાવતા હતા.
5. ધ્રુવીય પ્રદેશમાં દરીયા કિનારે રહેતા લોકો સમુદ્વમાંથી મળતી માછલીઓ અને અન્ય દરીયાઈ જીવોથી પોતાનું ભરણપોષણ કરતા હતા.
6. ઉષ્ણ કટિબંધનાં જંગલોમાં રહેતા લોકો શિકાર અને જંગલની પેદાશો એકઠી કરી જીવનનિર્વાહ કરતા હતા.
7. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવન જીવતા હતા. પર્યાવરણમાં કશુંજ પરિવર્તન કરતા ન હતા. આ તેમની સ્વાશ્રયી અવસ્થા હતી.
8. આઆદિજાતીના લોકો ઇ.સ. 1500 માં પ્રથ્વીના 1/3 ભાગો પર રહેતા હતા. સમય જતાં તેમની વસ્તીમાં ઘટાડો થયો.