ઉદ્યોગો એટલે શું ? ઉદ્યોગોના સ્થાનીય કરણને અસર કરતા પરિબળો જણાવો.
માનવીની જરૂરીયાતો પૂરી કરવા માટે કાચા માલમાંથી તૈયાર ચીજવસ્તુઓ બનાવવાની પ્રક્રિયાને 'ઉદ્યોગ' કહે છે. ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રવ્રત્તિ કેન્દ્વ્ર સ્થાને છે. યંત્રોના ઉપયોગથી જથ્થાબંધ ઉત્પાદન શરૂ થયું અને સ્વયંસચાલીત યંત્રોના ઉપયોગથી આ પ્રક્રિયા વેગવંતિ બની છે. આજે તેમાં કમ્પ્યુટર ટેકનોલૉજી ઉમેરાતાં ઉત્પાદન પ્રક્રીયા ગુણવત્તાવાળી અને સરળ બની રહે છે.
ઉદ્યોગોનું સ્થાનીયકરણ : કોઇ સ્થળે અથવા વિસ્તારમાં મુખ્ય ઉદ્યોગ અને તેના આનુષંગીક ઉદ્યોગો વિકાસ પામ્યા હોય તો તેને 'ઉધોગોનું સ્થાનીયકરણ ' કહે છે. આવા સ્થળે ઉધ્યોગોનો વિકાસ થવા માટેની પણ તકો રહેલી હોય છે. તેથી એક અથવા તેથી વધુ ઉદ્યોગોનો વિકાસ થાય છે. ઉદ્યોગોના સ્થાનીયકરણને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે :
1. કાચો માલ : ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કાચો માલ જરૂરી છે. ખાંડના ઉદ્યોગો માટે શેરડી કચો માલ છે. કાચોમાલ નજીકના વિસ્તારોમાંથી મળી રહેતો હોય તે ઇચ્છ્નીય છે. તેથી ઉત્પાદન ખર્ચ ઓછુ આવે છે.
2. આબોહવા : ઠંડા પ્રદેશની આબોહવા કરતા ગરમ કે હુંફાળા પ્રદેશોની આબોહવાને લીધે ઔદ્યોગીક ઉત્પાદન ખર્ચ ઓછુ આવે છે. વિમાન ઉદ્યોગોને ભરપૂર સુર્યપ્રકાશ અને સ્વચ્છ આકાશવાળી વાતાવરણીય પરિસ્થિતિ જરૂરી હોય છે. શ્રમીકોની કાર્યક્ષમતા ઉપર આબોહવાની સીધી અસર થાય છે.
3. સંચાલન શક્તિનાં સાધનો : ઉધ્યોગો પ્રમાણે તેના સંચાલન માતે બળતણ તરીકે કોલસો, પેટ્રોલીયમ, કુદરતી વાયુ કે વીજળીનો ઉપયોગ કરવામા આવે છે. ઉરજાના સ્ત્રોત નજીકના વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય તે ખુબ જરૂરી છે.
4. મૂડી : ઉત્પાદનની પ્રક્રીયામાં કચો માલ અને વધારે મૂડીરોકાણની જરૂર પડે છે. કાચોમાલ તથા જમીનની ખરીદી, કરખાનાનું બાંધકામ, યંત્રો, પરિવહનનાં સાધનો, કામદારોને વેતન વગેરે અનેક બાબતો માટે મૂડીરોકાણ અનિવાર્ય છે.
5. માનવશ્રમ : ઉદ્યોગોમાં ત્રણ કક્ષાના માનવશ્રમની જરૂર પડે છે.
I. કુશળ,
II. બિનકુશળ
III.વહીવટી કુશળ માનવશ્રમ
જો માનવશ્રમ સસ્તો હોય તો ઉત્પાદન ખર્ચ ઘટે છે.
6. બજાર : બજાર એ ઉત્પાદિત થયેલા માલનું વપરાશ ક્ષેત્ર છે. ત્યાં ઉત્પાદકો પોતાનો માલ વેચે છે. બજારના ત્રણ પ્રકાર છે :
I. સ્થાનીક બજાર
II. રાષ્ટ્રીય બજાર
III. આંતરરાષ્ટ્રીય બજાર.
7. સરકારી નીતિ : કોઈ પણ ઉદ્યોગોના વિકાસનો આધાર સરકારી નીતિ ઉપર રહેલો છે. કરવેરા ઘટાડીને કે તેમાં રાહતો આપીને સરકાર ઉદ્યોગોનો વિકાસ કરી શકે છે. ઉદ્યોગોના વિકાસ માટે ભારત સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ, અને વૈશ્વિકરણની નીતીઓ સ્વીકારી છે. તેથી ઉદ્યોગોનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સરકારે કેટલાક પ્રદેશોને મુક્ત વ્યાપાર પ્રદેશ તથા નિકાસલક્ષી ઔદ્યોગીક વિસ્તારો તરીકે જાહેર કર્યા છે. દા.ત. કંડલા, સાંતાક્રુઝ, નોઈડા, વગેરે. આ મુક્ત વ્યાપાર પ્રદેશોમાં ઔદ્યોગેક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.