પૂંઠા અને અરીસા વડે સોલર ડ્રાયરની પ્રતિકૃતિ (મૉડેલ) બનાવો.
પ્રતિકૃતિ :
સોલર ડ્રાયર બનાવવાની રીત :
1. પૂંઠાનું બૉક્સ બનાવો.
2. બૉક્સની વચ્ચે પૂંઠું મૂકી તેના બે ભાગ થાય તેમ કરો.
3. આડા મૂકેલા પૂંઠામાં ત્રણ કાણાં પાડો.
4. તેના અંદરના ભાગની સપાટી પર કાળો રંગ લગાડો.
5. તેના પર અરીસો એવી રીતે ગોથવો કે અરીસાથી પરાવર્તન પામતાં સૂર્યનાં કિરણો બૉક્સમાં પડે.
6. બૉક્સની ઉપર કાચનું હવાચુસ્ત ઢાંકણ બેસાડો.
7. બૉક્સમાં શાકભાજી કે ફળ મૂકતાં તેની સૂકવણી થઈ શકે છે. આ રીતે પૂંઠા અને અરીસા વડે સોલર ડ્રાયર બનાવી શકાય.