તમે જાણતા હોય એવા વક્રીભવનના પ્રયોગો તમારા મિત્ર સાથે કરો અને તેની ચર્ચા કરી નોંધ કરો.
******* કાચના લંબઘનમાં થતા પ્રકાશના વક્રીભવનને સમજાવતો પ્રયોગ :
હેતુ : કાચના લંબઘનમાં થતા પ્રકાશનું વક્રીભવન સમજાવવું.
સાધન-સામગ્રી : કાચનો લંબઘન, ડ્રૉઈંગ પેપર, પેન્સિલ, થર્મોકોલ, સીટ-લેસર ટૉર્ચ, કંપાસપેટી.
પદ્ધતિ :
- એક ડ્રૉઇંગ પેપર લઈ થર્મિકોલ સીટ પર ગોઠવો. તેના પર કાચનો લંબઘન ગોઠવો.
- લંબઘનની સપાટી ફરતે પેન્સિલ વડે તેનું સ્થાન અંકિત કરો. આથી લંબચોરસ PQRS મળશે.
- હવે આકૃતિમાં બતાવ્યા મુજબ લેસર ટૉર્ચ વડે નીકળતું કિરણપુંજ ડ્રૉઇંગ પેપરની સપાટીને અડીને કાચના લંબઘનની સપાટી PQ પર ત્રાંસું આપાત થાય તેમ મોકલો.
- આપાત થતા કિરણ પર બિંદુ A અને સપાટી PQને અડીને બિંદુ B અંકિત કરો.
- હવે કાચના લંબઘનમાં સહેજ ત્રાંસું બની પસાર થતું કિરણ જુઓ. આ કિરણ લંબઘનની બીજી સપાટી RSને જ્યાં અડકે છે ત્યાં બિંદુ C અંકિત કરો.
- C આગળથી બહાર નીકળતા કિરણ પર બિંદુ D અંકિત કરો.
- હવે કાચનો લંબઘન ઉઠાવી લો.
- બિંદુઓ A, B, C, D જોડો. આથી આપાતકિરણ AB, વક્રીભૂતકિરણ BC અને નિર્ગમનકિરણ CD મળે છે. આકૃતિમાં ગતિમાર્ગ ABCD એ પ્રકાશના કિરણનો વક્રીભવન માર્ગ છે.
******* કાચના પ્રિઝમમાં થતા પ્રકાશના વક્રીભવનને સમજાવતો પ્રયોગ :
હેતુ : કાચના પ્રિઝમમાં થતું પ્રકાશનું વક્રીભવન સમજવું.
સાધન-સામગ્રી : કાચનો પ્રિઝમ, ડ્રૉઇંગ બોર્ડ, ડ્રૉઇંગ પેપર, પેન્સિલ, કંપાસપેટી, લેસર ટોર્ચ.
પદ્ધતિ :
- ડ્રૉઇંગ બોર્ડ પર ડ્રૉઇંગ પેપર મૂકો.
- એક કાચનો પ્રિઝમ લઈ તેની ત્રિકોણાકાર સપાટી ડ્રૉઇંગ પેપર પર ગોઠવો.
- પેન્સિલ વડે પ્રિઝમની ABC સપાટી અંકિત કરો.
- હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રિઝમની એક બાજુ AB પર લેસર ટૉર્ચ વડે ત્રાંસું કિરણ PQ આપાત કરો.
- પ્રિઝમમાં વક્ર્રીભૂતકિરણ અને પ્રિઝમમાંથી બહાર નીકળતું નિર્ગમનકિરણ જુઓ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ R અને S અંકિત કરો.
- હવે પ્રિઝમ લઈ લો.
- બિંદુ Q અને R જોડો. બિંદુ R અને S જોડો. અહીં આપાતકિરણ PQ, વક્રીભૂતકિરણ QR અને નિર્ગમનકિરણ RS મળે છે.
આમ, આપાતકિરણ PQ પ્રિઝમમાં દાખલ થતાં તેનું QR માર્ગે પાયા તરફ વક્રીભવન થાય છે અને પ્રિઝમમાંથી હવામાં પ્રવેશતાં તેનું ફરી RS માર્ગે પાયા તરફ વક્રીભવન થાય છે. તેને કારણે કિરણ PQનું જેટલું વિચલન થાય છે.