જે ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ 6 એકમ હોય તેવા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
અહીં, પ્રચલિત સંકેતોમાં a = b = c = 6 એકમ
સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ :
Advertisement
જે ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 36 સેમી, 48 સેમી અને 60 સેમી હોય, તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દીવાલોનો જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દીવાલો પૈકી એક દીવાલની બાજુઓની લંબાઈઓ 100 મીટર, 35 મીટર અને 105 મીટર છે. જાહેરાત માટે ભાડાનો વાર્ષિક દર ₹ 4000 પ્રતિ મીટર છે. કોઈ એક કંપની તે દીવાલ 2 મહિના માટે ભાડે રાખે છે, તો તે કંપનીએ કેટલું ભાડું ચૂકવવું પડે ?
જો ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 5 સેમી, 7 સેમી અને 10 સેમી હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તથા 10 સેમીની લંબાઈ ધરાવતી બાજુ પર દોરવામાં આવેલ વેધની લંબાઈ મેળવો.
એક કાટકોણ ત્રિકોણના પાયાની લંબાઈ 15 સેમી તથા કર્ણની લંબાઈ 17 સેમી હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.