CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ અંગો જણાવો. દરેક અંગનું ટુંકમાં વર્ણન કરો.
મહર્ષિ પતંજલિએ સાધનપાદના 29માં સુત્રથી શરૂ કરી વિભૂતિપાદના ત્રીજા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ પાંચ અંગોને બહિરઁગ યોગ: જ્યારે બાકિનાં ત્રણ અંગોને અતરંગ યોગ તરીકે દર્શાવ્યા છે. બહિરઁગ યોગના પાંચ અંગો 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયમ, અને 5. પ્રત્યાહાર છે. અષ્ટાંગ યોગના પ્રથમ ચાર અંગો-યમ, નિયમ, આસન અને પ્રાણાયમ એ શરીરની બહરની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. તેથી તે બહિરઁગ યોગ કહેવાય છે. જ્યારે છેલ્લાં ત્રણ અંગો-ધારણા, ધ્યાન અને સમાદ્ગિ માત્ર અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે. તેથી યોગ તે અતરંગ યોગ કહેવાય છે. પ્રત્યાહાર શરીરની અને અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે. તેથી તે અંતરંગ યોગ કહેવાય છે. પ્રત્યાહાર શરીરની અને અંતઃકરણની બંને ક્રિયાઓ સાથે સંબંધ ધારાવે છે. તેથી તે શરૂઆતમાં બહિરઁગ યોગ અને અભ્યાસને અંતે તે અંતરંગ યોગમાં પરિણમે છે. અષ્ટાંગ યોગની પરિભાષામાં મહર્ષિ પતંજલિએ નીચેનું સુત્ર દર્શાવ્યું છે :
यमनियमासन प्राणायाम प्रत्याहारधारणा ध्यान समाधियोडष्टावांगानि ।
યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ યોગનાં આઠ અંગો છે.
ટુંક નોંધ લખો.
યમ