CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રમનાર ખેલાડીની ગતિની આકૃતિના વર્તુળના આધરે ગોળ રમતના ત્રણ પ્રકાર પડે છે. 1. વિસ્તૃત ગોળ 2. મધ્ય ગોળ 3. નાનું ગોળ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રમનાર ખેલાડી अ બિંદુ પર નંબર 1 ની બારી તરફ મોં રાખી ઉભો હોય છે, જ્યારે નંબર 1 ને ખો મળે છે અને તે સીધો ઉઠીને अ બિંદુ પર ઉભેલા રમનાર ખેલાડીને માર મારવા જાય છે ત્યારે રમનાર ડોજિંગ કરી પછાળ પગલા ભરી છેક નંબર 4 ની નજીક આવે છે. આ સમયે તેના મોંની દિશા થોડી બદલાય છે. નંબર 3 અને 4 વચ્ચેની મધ્યસપાટી ઓળંગતા સંપૂર્ણ રીતે 4 નંબર તરફ રાખશે. પકડનાર ખેલાડી 4 નંબરને ખો આપે છે ત્યારે રમનાર ખેલાડી ब બિંદુ પર આવી ગયો છે. ત્યાંથી તે પાછળ પગલાં ભરી નંબર 1ની નજીક આવે છે. હવે રમનાર ખેલાડી પોતાનું મોં નંબર 2ની વચ્ચેથી પસાર થશે અને अ બિંદું ઉપર આવીને ગોળ પૂરો કરશે.
જે ખેલાડીઓ પૂરેપૂરી સમજ ધરાવતા હોય, સારી ઝડપ ધરાવતા હોય, ચપળતાપૂર્વક પલટી લઈ શકતા હોય, પકડનાર સામેથી છટકી શકતા હોય, પાછા પગે દોડવાની કુશળતા ધરાવતા તેમને જ આ કૌશલ્ય અનુકૂળ પડે છે.
ખો-ખોના મેદાનમાં બે ખુંટ વચ્ચેનું અંતર જણાવો.
ડબલ ચેઈન કૌશલ્યનું મહત્વ સમજાવો.
જજમેન્ટ ખો એટલે શું ?