CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોળાફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિની સમજૂતી આપો.
ગોળા ફેંકમાં ગોળો પકડવાની ત્રણ પદ્ધતિઓની ખાસીયતો જણાવો.
ગોળાફેંકમાં ગોળાને મજબૂત હાથની આંગળીઓના પાયામાં રહે એ રીતે પકડવામાં આવે છે. ગોળાની પકડનો આધાર હાથની આંગળીઓના પસાર, લંબાઈ અને હથેળીની પહોળાઈ પર રહેલો છે. સામાન્ય રીતે ગોળો આંગળીઓ પર પાછળની તરફ અને બાજુ પરથી ટેકવાઈ રહેલો હોય છે. વચ્ચેની ત્રણ મોટી આંગળીઓ દ્વારા ગોળો પાછળની બાજુ ટેકો મેળવે છે. જ્યારે અંગૂઠો અને ટચલી આંગળીઓ દ્વારા ગોળો પછાળની બાજુ ટેકો મેળવે છે. જ્યારે અંગુઠો અને ટચલી આંગળી ગોળાને બાજુએથી ટેકો આપે છે.
ગોળાનું વધારે વજન અંદરની બાજુ અંગૂઠા પર તથા ફેંકના સમયે ગોળો છટકી ન જાય તેમજ આંગળીઓને ઈજા ન થાય તે દ્રષ્ટિથી ટચલી આંગળી પર ઓછું વજન રાખવામાં આવે છે.
ગોળાફેંકમાં ગોળો પકડવાની ત્રણ રીતો નીચે મુજબ છે.
પહેલી રીત : પહેલી રીત આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ પહેલી, બીજી અને ત્રીજી આંગળી ગોળાની ફરતી અને ટચલી આંગળી સહેજ વાળેલી રાખવામાં આવે છે. જ્યારે અંગૂઠો ગોળાને બાજુએ ટેકો આપે છે.
બીજી રીત : બીજી રીતમાં આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે ચારેય આંગળીઓ સહેજ ખુલ્લી ગોળાને ફરતી રાખવામાં આવે છે અને અંગૂઠો બાજુએથી ટેકો આપે છે. તેમાં ગોળો આંગળીઓનાં ટેળવા પર પકડેલો હોય છે.
ત્રીજી રીત : ત્રીજી રીતમાં આકૃતિ 3માં દર્શાવ્યા મુજબ આંગળીઓનો પ્રસાર વચારે રાખી ગોળાને આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે. જે ખેલાડીઓના હાથ અને આંગળીઓના પ્રમાણમાં નાના કદના હોય તેમને માટે આ રીત ઉપયોગી છે.
ત્રણેય પ્રકારની પકડથી ફેંકનાર ખેલાડી પકડ લીધા પછી ગોળાને હાંસડીનાં હાડકાં પર ગળાની લગોલગ રાખવામાં આવે છે.
ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ સમજાવો.