CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો.
હળવી કસરતોમાં ધીમી ગતિએ ચાલવું; હાથ, પગ, ડોક, ખભા, કમર, ઘુંટણ, ઘૂંટી અને હાથ-પગનાં આંગળાંની મધ્યન ગતિએ 8 થી 16 કાઊન્ટમાં કસરતો કરવી; ઓછી ગતિથી સાઈકલ ચલાવવી અને ઓછી ઝડપે તરવું વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ પ્રકારની કસરતો કરવાથી નીચે પ્રમાણે અસરો થાય છે :
શ્વાસોચ્છવાસની સંખ્યામાં થોડોક વધારો થાય છે.
ફેફસાંની ઑક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. સમાન્ય ક્ષમતા જે એક મિનિટની 250 મિલિ હોય છે, તેમા વધારો થાય છે.
ફેફસાંની કાર્બન ડાયૉક્સાઈડ બહાર ફેંકવાની જે સામાન્ય ક્ષમતા એક મિનિટની 215 મિલિ હોય છે, તેમા વધારો થાય છે.
શ્વાસ લેતી વખતે ઉદરપટલની નીચે તરફનું ખેંચાણ અને શ્વાસ બહાર કાઢતી વખતે તેની ઉપર તરફના દબાણને કારણે તેની ક્ષમતામાં વધારો થાય છે.