CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની આબોહવાની નોંધપાત્ર લક્ષણિકતાઓ નીચે મુજબ છે.
ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે. ઉત્તરના ઉંચા પર્વતીય પ્રદેશોને બાદ કરતાં બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0સે જેટલું નીચું જતું નથી.
ભારતના સમુદ્રકિનારાના ભાગોની આબોહવા સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે, જ્યારે સમુદ્રથી દૂરના ઉત્તરના ભાગોની આબોહવા ખંડીય પ્રકારની વિષમ અને સૂકી છે.
મોસમ પ્રમાણે બદલાતા પવનો એ ભારતની આબોહવાની ખાસ વિશિષ્ટતા છે. અહીં ઉનાળાના અંતે અમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. આથી ભારતમાં ઉનાળાના મતે આવતી વર્ષાઋતુમાં વરસાદ પડે છે અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાય ભારતના બીજા વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે.
આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની ચાર ઋતુઓ છે :
1. શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી, 2. ઉનાળો- માર્ચથી મે, 3. ચોમાસુ- જુનથી સપ્ટેમ્બર તથા 4. પછાફરતા મોસમી પવનોની ઋતુ- ઑક્ટોબર અને નવેમ્બર.
ભારતમાં સૌથી વધારે ઠંડી હિમાલયના પર્વતીય પ્રદેશના ઉત્તર ભાગમાં તથા સૌથી વધુ ગરમી રાજસ્થાનના રણપ્રદેશમાં પડે છે. શિયાળામાં જમ્મુ-કશ્મિરમાં આવેલા દ્રાસનું તાપમાન -45 સે જેટલું નીચું જાય છે, જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગરનું તાપમાન ક્યારેક 51 સે જેટલું ઊંચું નોંધાયેલું છે.
ભારતમાં શિયાળો સ્ફૂર્તીદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે. ભારતમાં આ ઋતુમાં ઉત્તર-પૂર્વના મોસમી પવનો વાય છે, જે કોરોમંડલ કિનારા સિવાય અન્યત્ર સૂકા અને ઠંડા હોય છે.
ભારતમાં ઉનાળો ગરમ, સૂકી અને અકળાવનારી ઋતુ છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરેને વાયવ્ય ભાગમાં તેની તીવ્ર અસર વર્તાય છે. દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં નરમ રહે છે.
ભારતમાં વર્ષાઋતુ સૌથી અગત્યની ઋતુ છે. આ ઋતુમાં વાતા નૈરુત્યના મોસમી પવનો સમગ્ર ભારતમાં સારો વરસાદ લાવે છે. વર્ષના બહુ મોટા ભાગનો વરસાદ આ ઋતુમાં પડે છે.
ભારતમાં વિશ્વના સૌથી વધુ વરસાદવાળા પ્રદેશો છે તેમજ નહિવત વરસાદવાળા પ્રદેશો પ્રદેશો પણ છે. મેઘાલયમાં વાર્ષિક 400 સેમી જેટલો, તો જમ્મુ-કશ્મીરના લેહ વિસ્તાર અને રાજસ્થાનના રણ્પ્રદેશમાં વાર્ષિક માત્ર 10 થી 12 સેમી વરસાદ પડે છે. મેઘાલયમાં આવેલા મૌનસિરમ અને ચેરાપુંજીમાં આશરે 1200 જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
ભારતમાં મોટા ભાગનો વરસાદ મોસમી પવનો દ્વારા મળતો હોવાથી વરસાદના પ્રમાણમાંં અને સમય અને હંમેશા અનિશ્ચિતતા પ્રવર્તે છે.
પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.
................... ભારતની મહત્વની ઋતુ છે.