CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની કુદરતી વંસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છે : 1. ભૂપૃષ્ઠ, 2. જમીન, 3. તાપમાન તથા ભેજ, 4. સૂર્યપ્રકાશ અને 5. વરસાદનું પ્રમાણ.
ભારતનું ભુપૃષ્ઠ પર્વતો, ઉચ્ચપ્રદેશોનું, મેદાનો, દરિયાકિનારાનાં મેદાનો અને રણપ્રદેશોનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિઓ વિવિધતા જોવા મળે છે.
ભારતમાં કાંપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપક્લ્પીય ઉચ્ચપ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાઈ છે.
સુર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે.
ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદ વાળા પ્રદેશો છે અને વાર્ષિક 10 થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ, વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે.