CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વોચ્ચ અદાલતનાં કાર્યક્ષેત્રોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે.
મૂળભૂત ક્ષેત્રાધિકાર : આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેના મતભેદોનો ઉકેલ લાવે છે.
તે સંઘસરકારની કોઈ પણ કાયદકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપે છે.
તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકારભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ, વગેરે હુકમો કાઢવાની સાત્તા ધરાવે છે.
અપીલનું ક્ષેત્રાધિકાર : આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદઓ વિરુદ્ધ અમુક શરતોને આધિન રહી અપીલો સાંભળે છે અને ચુકાદાઓ આપે છે.
આ અધિકારક્ષેત્રને ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે. 1. બંધારણના અર્થઘટન અંગેની અપીલ, 2. દીવાની દાવાવિષયક અપીલ અને, 3. ફોજદારી દાવાવિષયક અપીલ.
સલાહકારી ક્ષેત્રાધિકાર : આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી, બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્વના પ્રશ્નોસંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની કામગીરી બજાવે છે.
જોકે, સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપ્રમુખ માટે બંધનકર્તા હોતો નથી.
સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ત્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત મોકલી શકે છે.
સંસદ કાયદો પસાર કરીને સર્વોચ્ચ અદાલતને વધારે અધિકારો આપી શકે છે.