CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં પક્ષીઓની આશરે ................ પ્રજાતિઓ છે.
ગુજરાતમાં ...................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.
અસમમાં .......................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટેના હાથ ધરવામાં આવેલા ઉપાયો નીચે મુજબ છે.
નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધંતોમાં વનો અને વન્ય જીવોનું સંરક્ષણ કરવાની તથા જીવો પ્રત્યે દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવી છે.
જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકદવા પર, અભ્યારણ્યમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
વન્ય જીવોની સુરક્ષા માટે વન્ય જીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદે ‘વન્ય જીવ સુરક્ષા અધિનિયમ’ બનાવ્યો છે અને દેશનાં મોટા ભાગના રાજ્યોમાં ‘રાજ્ય જીવ સલાહકાર બોર્ડ’ સ્થાપવામાં આવ્યાં છે.
વન્ય જીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે, તે પૈકી ગુજરાતમાં 22 અભયારક્ષ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.
જે વન્ય પ્રાણીઓન આસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય એવાં વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતી માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજના બનાવી છે.
દેશના રાષ્ટ્રીય પાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈ.સ. 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં ‘સિંહ પરિયોજના’ શરૂ કરવામાં આવી છે.
એ મુજબ કશ્મિરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતી માટે ‘હુંગલ પરિયોજના’ ખારા પાણીના મગમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના રક્ષણ માટે ‘ગેંડા પરિયોજના’, હિમદિપડા પરિયોજના’ વગેરે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે.
સરકાર અસુરક્ષીત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી ‘પ્રકૃતિ શિક્ષન શિબિરો’ દ્વારા પ્રજામાં જાગરુકતા લાવવાનું કામ કરે છે.