CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા ?
આજે ભારતીય સંઘ માં ................. રાજ્યો છે.
ટુંકનોંધ લખો.
કશ્મીરનો પ્રશ્ન
ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયે કશ્મીર મહારાજા હરિસિંહ ડોગરા મૂંઝવણમાં હતા. કારણ કે તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી નહોતી.
આ દરમિયાન પાકિસ્તાને કશ્મીરમે પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકતીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી.
ભારત સરકારે તેમણે ભારતીય સંઘ સાથે જોડાવા માટેના ‘જોડાણખત’ પર સહી કરવા જણાવ્યું.
તેથી રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહિ કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યાં.
પરતુ એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો.
એ ભાગ પાછો મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યુ.
જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો આજે પણ અંકુશ છે. પરંતુ કશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે.
આજે પણ કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધોનો સળગતો પ્રશ્ન છે.